અમદાવાદ: કોઈ વાઘ(Tighter fight) ની લડાઈ વાઘ સાથે અથવા તો અન્ય પ્રાણી સાથે થાય છે ત્યારે જંગલ ધ્રૂજી જાય છે. અનેકવાર વાઘની લડાઈના જબરજસ્ત વીડિયો સામે આવે છે. આમ તો જંગલનો રાજા સિંહ છે, પણ લડાઈની બાબતમાં વાઘ જરા પણ પાછો પડતો નથી. જંગલમાં વાઘ વચ્ચે અનેકવાર લડાઈ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડરની હત્યાનો VIDEO વાયરલ


મોટા ભાગે વાઘો વચ્ચેની લડાઈ પોત પોતાના વિસ્તાર માટે થતી હોય છે. કેમ  કે, બીજો કોઈ વાઘ જ્યારે પોતાના વિસ્તારમાં આવી ચડે ત્યારે તે અતિઆક્રમિક થઈ જાય છે. વાઘનો સ્વભાવ છે કે, તે પોતાના વિસ્તારમાં બીજા કોઈની દખલ પસંદ નથી કરતો, અને જો કોઈ છેડછાડ કરે તો વાત વર્ચસ્વ પર આવી જાય છે અને તેનું પરિણામ એક ઉગ્ર ખૂની લડાઈમાં ફેરવાય છે. હાલ સોશિયલ મીડિયામાં બે વાઘો વચ્ચેની આક્રમક લડાઈ ખૂબ વાયરલ થઈ રહી છે.


પાકિસ્તાનઃ બદલો લેવા માટે સહકર્મીને ચોડી દીધુ તસતસતું ચુંબન, પછી કહ્યું- 'કોરોના પોઝિટિવ છું'


આ લડાઈમાં વાઘોની ત્રાડ માત્રથી જ પર્યટકોના જીવ ઉંચા થઈ ગયા હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પણ વાઘની ત્રાડ સાંભળીની 2 સેકેન્ડ માટે લોકોના જીવ ઉંચા થઈ ગયા. આ વીડિયોને @WildLense_indiaએ શેર કર્યો અને લખ્યું કે, અમુક ઝઘડાઓ ખૂબ ઘાતક હોય છે. વાઘોના મૃત્યુનું કારણ વિસ્તાર માટે થતી લડાઈ પણ છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube